એશિયન ગેમ્સ – ૧૯૮૨ (૮૦૦ મી. દોડ) માં ગોલ્ડ મેડાલીસ્ટ ચાર્લ્સ બોરોમીઓ ભિલોડાની સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલની મુલાકાત લઇ ખેલાડીઓને માર્ગદર્શન આપ્યું.
સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, ભિલોડા ખાતે અર્જુન એવોર્ડ (૧૯૮૨) તથા પદ્મશ્રી એવોર્ડ (૧૯૮૪) હાંસલ કરનાર શ્રીમાન ચાર્લ્સ બોરોમીઓ શાળાની મુલાકાત લીધી હતી અને ખેલાડીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ ૧૯૮૨ માં દીલ્હી ખાતે એશિયન ગેમ્સ માં ૮૦૦ દોડ માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ભારત દેશનું ગૌરવ વધાર્યું હતું. આ ત્રણ દિવસ શાળાના બાળકોને એથલેટીકસ અને અન્ય રમતમાં કઈ રીતે આગળ વધવું તથા જીવનમાં આત્મવિશ્વાસ સાથે જે કઈ કાર્ય કરીએ તેનું ફળ મળે છે તેની સમજ તેઓ દ્વારા આપવામાં આવી હતી. આ સાથે રમતના મેદાનમાં રમતો વિષે ઊંડાણ પૂર્વક સમજ સાથે પ્રેકટીકલ ટીપ્સ વિદ્યાર્થીઓને આપી હતી. સમગ્ર કાર્યક્રમ શાળાના મેનેજર ફા. રોબર્ટ, આચાર્ય ફા. નિકસન, ફા. રોબી, સી. સુઝાન તથા ફા. સ્ટેની તથા મુકેશભાઈ ના અથાગ પ્રયત્નો થી આ કાર્યક્રમ સફળ થયો છે.